ગુજરાત માં 100 નંબર ડાયલ કરતાં તરત જ આપણને પોલીસની મદદ મળે છે. પરંતુ બીજા રાજ્યમાં એવા કિસ્સાઓ પણ બને છે વ્યક્તિ પોલીસના દમનથી પરેશાન થતો હોય કે પોલીસની વિરુદ્ધ જ ફરિયાદ કરવી હોય પરંતુ તે અંગે કોઈ ફરિયાદ લેતું ન હોય તો તેની સામે મદદ કરવા ગુજરાત પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ કામ કરવમાં આવ્યું છે. આ અંગે ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે.
પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે માટે જાહેર કરવામાં આવ્યો નંબર
ગુજરાત પોલીસ દમન અથવા પોલીસ વિરુદ્ધમાં ફરિયાદ કોઈને કરવી હોય તો તેના માટે ગુજરાત સરકાર દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને આ નંબર પૂરો પાડવામાં આવ્યો છે.આ નંબરના આધારે કોઈ વ્યક્તિ પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધ ફરિયાદો માટે તેનો ઉપયોગ કરી શકશે અને પોલીસ સામે ફરિયાદ નોંધાવી શકશે. સરકાર દ્વારા જે નંબર અપાયો છે તે છે ૧૪૪૪૯. અને જેને પોલીસ દ્વારા કરાતી ખોટી કામગીરી ને સરકાર સુધી પોહ્ચાડવામાં ઉપયોગમાં લઈ શકાશે.આ નંબર અંગેની માહિતી ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ આપી છે.
માત્ર 15 દિવસની અંદર જ આ નંબર પબ્લિક માટે ચાલુ થઇ જશે
કેન્દ્ર સરકાર તરફથી માત્ર 15 દિવસની અંદર જ ગુજરાત સરકારને 14449 નંબર શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય ના તમામ ઇમર્જન્સી નંબર www.Indianhelplinenumber.com નામની વેબસાઈટ પર ઉપલબ્ધ કરીદેવા માં આવશે આવશે. નોંધનીય એ છે કે, મહિલા હેલ્પલાઇન 1091 નંબર, અને 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે હાલમાં પબ્લિક માટે કાર્યરત જ છે.
NEW ARTICLE – આજે જ ચેક કરો કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, કોઈ ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યું ને
1 thought on “ગુજરાતમાં પોલીસ વિરુદ્ધની ફરિયાદો માટે નહીં થવું પડે પરેશાન, જાહેર કરાયો સ્પેશિયલ નંબર”