આજે જ ચેક કરો કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, કોઈ ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યું ને

Photo of author
Written By ITT Admin

સૌપ્રથમ તમારું સીમકાર્ડ કોના નામે છે ચેક કરો :- સિમ કાર્ડનું નામ તપાસો અને તમારા નામ પર કેટલા સિમ કાર્ડ સક્રિય છે? દિવસે ને દિવસે છેતરપિંડી ના કેસો વધી રહ્યા છે. તેથી આપણા નામ પર કેટલા સિમ કાર્ડ સક્રિય છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત કોઈ વ્યક્તિ આપણી જાણ વગર જ આપણા નામના સિમકાર્ડનો ઉપયોગ કરે છે. અને અમને કોઈ ખ્યાલ નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી અને જાણવા જેવી માહિતી લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે જાણી શકશો કે તમારા નામે કેટલી સીમ કાર્ડ ચાલી રહ્યા છે. સિમ કાર્ડ ચેક કરી શકો છો

તમારા નામ પર કેટલા સિમ કાર્ડ સક્રિય છે તે અહીંથી જાણો

પોસ્ટનું નામતમારું સીમકાર્ડ કોના નામે છે ચેક કરો
કેટેગરીઅપડેટ
ઓફિશિયલ વેબસાઈટtafcop.dgtelecom.gov.in
આ રીતે તમે જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.


ટેલિકોમ્યુનિકેશન વિભાગે છેતરપિંડી વ્યવસ્થાપન અને ગ્રાહક સુરક્ષા માટે TAFCOP નામનું પોર્ટલ બનાવ્યું છે. દેશમાં સક્રિય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો છે. પોર્ટલ દ્વારા સ્પામ અને ફ્રોડ કોલને પણ નિયંત્રિત કરી શકાય છે. જેથી તમે માત્ર 30 સેકન્ડમાં જ જાણી શકશો કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ માર્કેટ માં એક્ટિવ છે.
ચેક કરવા માટે અહીંયા ક્લિક કરો

જો તમને એમ લાગે છે કે આ લિસ્ટમાં તો એવો નંબર છે, જેનો તમે ઉપયોગ નથી કરી રહ્યા અને તમારા નામે ખોટી રીતે બીજા દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તમે આ નંબર સામે પણ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી શકો છો. તમે આ વેબસાઇટ પરથી આવા શંકાસ્પદ નંબરને બ્લોક કરવાની વિનંતી કરી શકો છો. આ માટે તમારે ફક્ત આ અનધિકૃત મોબાઈલ નંબરની સામે રિપોર્ટ અને બ્લોક વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. જો તમને લિસ્ટમાં એવો કોઈ નંબર મળે કે જેનો તમે ઉપયોગ નથી કરતા, તો તમારે તરત જ આવા નંબર સામે પગલાં લેવા જોઈએ. આ તમારી અને દેશની સુરક્ષા માટે જરૂરી પગલું છે.

એક ID પરથી કેટલા સીમકાર્ડ વાપરી શકાય?

નિયમો અનુસાર, એક આઈડી પરથી 9 સિમ ચાલુ કરી શકાય છે, પરંતુ જો તમારી પાસે જમ્મુ-કાશ્મીર, આસામ સહિત નોર્થ-ઈસ્ટ રાજ્યોની આઈડી છે તો તમે માત્ર 6 સિમ ચાલુ કરાવી શકો.

તમારા નામનું સિમ બીજું કોણ વાપરે છે? તે જાણવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો

  • સૌ પ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર ક્લિક કરો.
  • અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર નાખો અને OTPથી લોગ ઈન કરો.
  • હવે તમને તે બધા નંબરોની લિસ્ટ મળશે જે તમારા ID પરથી ચાલુ છે.
  • જો લિસ્ટ માં કોઈ નંબર છે જેને તમે ઓળખતા નથી, તો તેની જાણ કરો.
  • આ માટે નંબર પસંદ કરો અને ‘આ મારો નંબર નથી’.
  • હવે ઉપરના બોક્સમાં ID માં લખેલું નામ લખો
  • હવે નીચેના રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ નોંધ્યા પછી તમને ટિકિટ ID સંદર્ભ નંબર પણ આપવામાં આવશે.
ચેક કરવા માટે અહીંયા ક્લિક કરો

NEW ARTICLEગુજરાતમાં પોલીસ વિરુદ્ધની ફરિયાદો માટે નહીં થવું પડે પરેશાન, જાહેર કરાયો સ્પેશિયલ નંબર

1 thought on “આજે જ ચેક કરો કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, કોઈ ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યું ને”

Leave a Comment