આજના સમયમાં મોટાભાગના લોકોને ક્યારેક તો લોન (Loan) લેવાની જરૂર પડતીજ હોય છે, પછી તે પોતાનું મકાન ખરીદવા માટે લોન લેવી પડે કે પછી બાળકના ભણતર માટે કે દીકરા/દીકરી ના લગ્ન માટે. આવી પરીસ્થિતિમાં લોકો બેંકોમાં જાય છે અને લોન માટે અરજી કરે છે. પરંતુ શું તમામ અરજદારોની લોન મંજૂર જ થઈ જાય છે? વાસ્તવમાં, Bank Loan Process માં સિબિલ સ્કોર (CIBIL સ્કોર) અથવા ક્રેડિટ સ્કોર મહત્વની ભૂમિકા ભજવે છે અને આ આંકડો જ તમારી લોન પાસ કરવવાનું મુખ્ય માધ્યમ હોય છે. અને જો તમારો સિબિલ સ્કોર મજબૂત હોય તો બેંક તમને લોન આપવામાં સમય લેશે નહીં. અમે તમને જણાવી રહ્યા છીએ કે CIBIL સ્કોર કેટલો હોવો જોઈએ અને તેને વધુ સારો કેવી રીતે બનાવી શકાય છે?
લોન મંજુર કરવા માટે આટલો સિબિલ સ્કોર જરૂરી
સિબિલ સ્કોર (Cibil Score) અથવા ક્રેડિટ સ્કોર (Credit Score) એ મહત્વની બાબત હોય છે, જો તે મજબૂત હોય તો બેંક ફટાફટ તમારી લોન ને એપ્રુવ કરી નાખે છે, પરંતુ જો સિબિલ સ્કોર ખરાબ હોય તો લોન મેળવવી થોડી મુશ્કેલ બની જાય છે. જો બેંક તમને લોન આપવામાં આનાકાની કરી રહી છે, તો એકવાર તમારો CIBIL સ્કોર ચોક્કસથી તપાસો. તમારો સિબિલ જેટલું વધારે હશે, બેંક તમને એટલી જ સરળતાથી અને ફટાફટ લોન (Bank Loan) આપશે. જો તમારો સિબિલ સ્કોર 700થી ઉપર છે. તો તે સારી કેટેગરીમાં આવે છે.
લોન મંજુર કરવા માટે કેટલો સ્કોર હોવો જોઈએ?
તો હવે આપણે વાત કરીએ કે આખરે આ સિબિલ સ્કોર શા માટે જરૂરી છે અને તેના દ્વારા બેંક લોન કેવી રીતે પ્રભાવિત થાય છે. તો તમને જણાવી દઈએ કે, આ આંકડા ની મદદ થીજ બેંકોને ખબર પડે છે કે તમે લીધેલી લોનને ચૂકવવામાં સક્ષમ છો કે નહિ, અને છો તો તેને પરત કરવામાં વિલંબ કરશો નહીં. સામાન્ય રીતે જો આપણે બેંકો દ્વારા નિર્ધારિત ધોરણો પર નજર કરીએ તો કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર 300થી 900 પોઈન્ટની વચ્ચે હોય છે અને સિબિલ સ્કોર 700 થી ઉપર હોય તો તેને સારો સ્કોર ગણવામાં આવે છે.
કઈ રીતે ખરાબ સ્કોર બને છે લોનમાં અડચણ
જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે અથવા તો 700થી ઘણો નીચે છે, તો તમને લોન મેળવવામાં ખુબ અડચણોનો સામનો કરવો પડી શકે છે. આવી પરીસ્થિતિમાં તમારો ક્રેડિટ સ્કોર વધારવો ખુબજ જરૂરી છે. તો તેના માટે કેટલીક ટિપ્સ છે, જેને અપનાવીને તમે સરળતાથી બેન્ક પાસેથી લોન મેળવી શકો છો અને આમાં પહેલા તમારી EMI અથવા બાકી રકમ સમયસર ચૂકવો. જો તમે પહેલાથી જ કોઈ લોન લીધી હોય, જેમ કે હોમ લોન (Home Loan), પર્સનલ લોન (Personal Loan) અથવા ઓટો લોન (Auto Loan). ભલે ને તે ક્રેડિટ કાર્ડ દ્વારા જ કેમ ન લેવામાં આવી હોય. તેને સમયસર ચૂકવવાથી તમારો CIBIL સ્કોર બગડશે નહીં.
જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હોય તો હવે સાવચેત રેહજો
આજના સમય માં ક્રેડિટ કાર્ડ (Credit Card)નો ક્રેઝ ખુબ વધ્યો છે અને તે લોકોની જરૂરિયાતોને પણ પૂરી કરવા માટેનું મુખ્ય માધ્યમ બની ગયું છે. જોકે, તેના વાપરવાના ફાયદાઓની સાથે જ ઘણી સાઈડઈફેક્ટ પણ છે. સિબિલ સ્કોર વિશે વાત કરીએ તો તમારે તમારી ક્રેડિટ લિમિટનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. તમને બેંક દ્વારા આપવામાં આવેલી સંપૂર્ણ ક્રેડિટ લિમિટનો ઉપયોગ ન કરો, જો કોઈ મોટી જરૂરિયાત ન હોય તો આ મર્યાદાના 30-40 ટકાનો જ ઉપયોગ કરો.
જો તમે એકસાથે વધારે લોન ના લેવી
તમારા CIBIL સ્કોરને મેનેજ કરવા અને સારો માટે બીજી સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારે એકસાથે વધારે લોન લેવાનું ટાળવું જોઈએ, આ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તેની સીધી અસર તમારા CIBIL સ્કોર પર પડે છે. ઘણીવાર તો એવું જોવા મળે છે કે લોકો એક સાથે અનેક લોન તો લે છે અને પછી તેના હપ્તા ભરવામાં કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ આમ કરવાથી તમારા આર્થિક સ્વાસ્થ્યની પરીસ્થિતિ બગડી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે જૂની લોન પૂરી થઇ જાય પછી જ નવી લોન શરુ કરવાનું રાખો અને એક સાથે લોન લેવાનું ટાળો.
RELATED ARTICLE – તમારા નામે લીધી છે લોન? જાણો તાત્કાલિક ઓનલાઈન ચેક કરવાની રીત!
1 thought on “હવે તમને એકય બેંક લોન આપવાની ના નહીં પાડે…પણ એના માટે રાખવું પડશે આટલી બાબતો નું ધ્યાન”